skip to content

હવામાન વિભાગ અને અંબાલાલની વરસાદની આગાહી… જાણો ક્યાં પડશે વરસાદ ?

ગુજરાત હવામાન વિભાગના વૈજ્ઞાનિકે કહ્યું કે સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંર ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યના દરેક જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજકોટ, જામનગર અમરેલી, ભાવનગર, મોરબી,જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

અંબાલાલની આગાહી….

આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે… આજથી બે દિવસ ઉત્તર અરબસાગરમાં બનતું સાયકક્લોનિક અને દેશના મધ્ય ભાગમાં બનતા સાયકલોનિક સર્ક્યુલેશન અને એક પછી એક બનતા લો પ્રેસરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ગુજરાતમાં બે દિવસ મધ્ય ગુજરાતનાં ભાગોમાં હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને જામનગર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે. તો પૂર્વીય ગુજરાતમાં વરસાદની શક્યતા છે.

આ સમાચારને શેર કરો