સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રના ક્યાં જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ, જાણો આજે ક્યાં પડશે વરસાદ…

રાજ્યમાં આજે પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 24 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપવામાં આવી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં વરસાદનું અનુમાન

રાજ્યમાં આજે પણ મેઘરાજા અનેક જિલ્લાઓમાં ધમાકેદાર બેટિંગ કરશે. બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના જામનગર, મોરબી અને દ્વારકામાં મુશળધાર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ સમાચારને શેર કરો