Placeholder canvas

ખેડૂતોની માઠી: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં અમુક જિલ્લાઓનાં ખેડુતો માટે ફરી એકવાર માઠા સમાચાર આવ્યા છે, આગામી તા. 20 અને 21 એટલે કે બુધ-ગુરૂવારે ગાજવીજ અને ઝડપી પવન સાથે વરસાદ પડવાની આગાહી રાજય હવામાન કચેરી દ્વારા કરવામાં આવી છે. તા. 20-21નાં રોજ માવઠાની આગાહી થતા ઉનાળુ પાકને નુકસાનની સંભાવનાનાં પગલે ખેડુતોનાં જીવ તાળવે ચોંટયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે. ખાસ કરીને છેલ્લા કેટલાંક દિવસોથી રાજયમાં સર્વત્ર સખ્ત ગરમી પડી રહી છે. આથી સી.બી. કલાઉડ સર્જાશે અને આગામી તા. 20 અને 21ના રોજ ખાસ કરીને રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને કચ્છમાં તથા ઉતર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાનાં અમુક ભાગોમાં 25 થી 30 કિ.મી. ઝડપે પવન ફુંકાવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડશે.

દરમ્યાન રાજય હવામાન કચેરીનાં ડાયરેકટર ડો. મનોરમા મોહંતીનો સંપર્ક સાધતા તેઓએ પણ જણાવેલ હતું કે, હાલમાં પડી રહેલી ભારે ગરમીનાં પગલે થન્ડર શાવર એકટીવીટી સર્જાશે અને તા. 20 અને 21નાં રોજ સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉતર ગુજરાતનાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે..

આ સમાચારને શેર કરો