આજે રાજ્યભરને ઘમરોળશે મેઘરાજા: ક્યાં ક્યાં પડશે વરસાદ ? જાણવા વાંચો.

ફરી એકવાર હવામાન વિભાગની વરસાદની આગાહી સામે આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાઓમાં વરસાદનો વરતારો કરવામાં આવ્યો છે. જયારે મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં વરસાદ વરસશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ થશે વરસાદ

દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી અને દ્વારકામાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

એક દિવસ અગાઉ ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે, અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે. જેને લઈ હવે હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં થન્ડર સ્ટ્રોમની આગાહી કરી હતી. સાથે જ આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 થી 16 ઓક્ટોબર દરમિયાન 10 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ અને ગુજરાતમાં 13 ઓક્ટોબરે ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો