ગુજરાત

ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી…

રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ વરસાદની આગાહી છે. આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું દસ્તક દેશે. ચોમાસાની શરૂવાત ગાજવીજ સાથે થશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના બાબરામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો પાંચ તાલુકામાંથી એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. છોટા ઉદેપુરના ક્વાંટમાં પોણા બે ઈંચ, નર્મદાના તિલકવાડા અને નાંદોદમાં સવા ઈંચ અને તાપી જિલ્લાના ડોલવણ, વ્યારા અને સોનગઢમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે તો અમદાવાદમાં પણ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં પ્રિ-મોન્સુન અંતર્ગત બદલાયેલા હવામાનને કારણે સતત બીજા દિવસે વરસાદ ચાલુ રહ્યો હતો. અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં સાંજે 6 થી 8 વાગ્યાની વચ્ચે માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ (70 મીમી) પાણી વરસી ગયું હતું. જ્યારે ચાર તાલુકાઓમાં 1.25 થી 1.5 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.


આ સમાચારને શેર કરો