skip to content

રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, કયા પડશે વરસાદ ? જાણો.

ઉનાળાની આકરી ગરમીની વચ્ચે હવે વરસાદથી રાહત મળવાનું શરૂ થયું છે, સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે અને ઠંડક પ્રસરી રહી છે. હવે આ કડીમાં હવામાન વિભાગે વધુ એક મોટી આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જામેલો રહેશે. જાણો હવામાન વિભાગને લેટેસ્ટ એપડેટ્સમાં ક્યાં ક્યા વરસાદ પડવાની આગાહી કરી છે.

હવામાન વિભાગે હાલમાં નવું અપડેટ આપ્યુ છે. ગઇકાલથી રાજ્યમાં કુલ 153 તાલુકાથી વધુ વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડી રહ્યો છે, હવે આ વરસાદ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે, ખાસ કરીને રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વલસાડ, જામનગર, દ્વારકા, ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, અરવલ્લી, છોટા ઉદેપુર, ભરૂચમાં પણ વરસાદ વરસી શકે છે. નર્મદા, રાજકોટ, અમરેલી, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થયું છે. પરિણામે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તેમાં પણ આગામી ત્રણ દિવસ તો મૂશળધાર વરસાદ વરસશે. આજે જામનગર, દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, બોટાદ, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

આ સમાચારને શેર કરો