ગુજરાત

સંભાળજો! આજથી ત્રણ દિવસ કેટલાક જિલ્લામાં અતિભારે તો કેટલાકમાં ભારે વરસાદની આગાહી…

ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે ફરીથી મેઘરાજાએ સટાસટી ચાલુ કરી છે. બુધવારે અમદાવાદ સહિત દક્ષિણ અને ઉત્તર, મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળો પર સારો વરસાદ નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે આજે કયા કયા વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી છે તે જોઈએ. રાજ્યમાં ત્રણ દિવસ કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

ગુજરાતમાં હાલ સર્જાયેલી સિસ્ટમના કારણે ત્રણ દિવસમાં લગભગ સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળી શકે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારે રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે 26મી તારીખે ડાંગ, નવસારી, દમણ તથા દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત નર્મદા, સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તથા દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓમાં એટલે કે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં, સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

27મી તારીખે અમરેલી અને ભાવનગર તથા વલસાડ, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ તથા દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત નર્મદા, સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે.

28મી તારીખે સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.

29મી તારીખે અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

આ સમાચારને શેર કરો