Placeholder canvas

રાજકોટ: પિસ્તોલ રાખવાનો શોખ રઘુ મુંધવા ભારે પડ્યો, સીન વિખાયો !!

રાજકોટ: છેલ્લા કેટલાય સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગન કલ્ચરમાં વધારો થયો હોવાના આંકડા સતત સામે આવી રહ્યા છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ એક વખત ગેરકાયદેસર પિસ્તોલ તથા કારતૂસ સાથે રઘુ ધારા મુંધવા નામના વ્યક્તિને ઝડપી પાડયો છે. જ્યારે પોલીસ દ્રારા તેમની પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોપીએ બિન્દાસ રીતે જણાવ્યું હતું કે, હથિયાર રાખવાનો શોખ હોવાને કારણે તેણે પોતાની પાસે પિસ્તોલ રાખી છે. પોલીસે આ મામલે આરોપીને પૂછપરછ શરૂ કરી છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાની માહિતી પણ પોલીસ તપાસમાં ખુલવા પામી છે.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એમ.વી. રબારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, મારી ટીમને બાતમી મળી હતી કે, રાજકોટ શહેરના કુવાડવા રોડ પર આવેલા ડી-માર્ટ પાસે આવેલ મારુતિનગર મુખ્ય રસ્તા પાસે રઘુ નામનો શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે આંટાફેરા મારી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની ઝડતી કરતા દેશી બનાવટની પિસ્તોલ તેમજ બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરતા આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ ચેક કરતાં આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં 2016, 2018, 2019ના વર્ષમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ચોટીલા પોલીસ સ્ટેશન તેમજ જામનગર ખાતે ઝડપાયો છે. તેમજ ચાલુ વર્ષે જાહેરનામા ભંગનો કેસ પણ આરોપી વિરુદ્ધ નોંધાયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવતા આરોપીએ હથિયાર રાખવાનો પોતાને શોખ હોવાથી તેણે ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર રાખ્યું હોવાનું જણાવ્યું હતું

આ સમાચારને શેર કરો