ગુજરાત

ચોટીલા નજીક કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારનો અકસ્માત…

ગુજરાત સરકારના મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા નજીક તેમની કારને અકસ્માત નડયો હતો. જોકે, સદનસીબે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનો આબાદ બચાવ થયો હતો અને એમને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાની જાણ થતાં ચોટીલા પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો.

આ અકસ્માતની ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાની ઓનેષ્ટ હોટેલ નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું. જોકે, રાઘવજી પટેલનો ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતના પગલે ચોટીલા હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ ચોટીલા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો