Placeholder canvas

વાંકાનેરના વતની અને પ્રાઇમરી ટીચર રચનાબેન મોરારે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી Ph.D.ની ડીગ્રી મેળવી

વાંકાનેર તાલુકાનાા વતની અને હાલ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતાં મોરાર રચનાબેન હીરાભાઈ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી શિક્ષણશાસ્ત્રમાં “આઠમા ધોરણના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષા શક્તિ કસોટીની રચના અને પ્રમાણીકરણ” વિષય પર મહાન નિબંધ એમ. એમ. શાહ કોલેજ ઓફ એજ્યુકેશન સુરેન્દ્રનગરના પ્રો. ડૉ. શાંતિલાલ એલ. ભોરણીયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કર્યા હતો.

આ મહાન નિબંધને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચડીની પદવી એનાયત કરેલ છે, ડૉ. રચનાબેન એચ મોરારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી.ની ડીગ્રી મેળવીને મોરાર પરિવાર, શિક્ષક પરિવાર તથા વાંકાનેરનું ગૌરવ વધારેલ છે.

પીએચડીની ડિગ્રી મેળવનાર ડૉ.રચનાબેન એચ મોરારને કપ્તાન ગ્રુપ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Congratulations

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો