Placeholder canvas

મોરબી-રાજકોટ હાઇવે પરથી દેશી દારૂનો જથ્થો મળ્યો,3ની ધરપકડ

મોરબી-રાજકોટ હાઇવે પર, અજંતા ક્લોક પાસે આવેલ જીઆઇડીસીમાં બાવળની જાળીની વચ્ચે દારૂ હોવાની બાતમી મળી હતી જેમના આધારે મોરબી પોલીસે ત્યાં રેડ કરતા સ્થળ ઉપરથી ૧૫૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ત્રણ હજાર રૂપિયાની કિંમતનો દેશી દારૂનો જથ્થો કબજે કરીને હનીફાબેન અકબરભાઇ મોવર (ઉ.૨૫) રહે. વીશીપરા કુલીનગર, અબ્બાસભાઇ અબ્દુલભાઇ બુચડ (ઉ.૩૧) રહે. વીશીપરા કુલીનગર અને અજીમભાઇ આમીનભાઇ ભટી (ઉ.૨૨) રહે. નવલખીરોડ લાયન્સગર મોરબી વાળાની ધરપકડ કરી હતી. તેની પાસેથી મળી આવેલા દેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો