ગુજરાતરાજકીય

રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું મંત્રીપદ કેમ છીનવાઈ ગયું ?

રાજકોટ: લોકસભાની ચૂંટણીમાં ભારે વિવાદ બાદ અને સમગ્ર ચૂંટણીમાં ભારે સંઘર્ષ કર્યા બાદ ભારે લીડથી ચૂંટાયેલા પુરુષોત્તમ રૂપાલાને મંત્રી પદ મળ્યું નથી ! આવું કેમ થયું હશે ? એના માટે કેટલાક કારણો જવાબદાર છે, ચાલો સમજીએ….

ક્ષત્રિય ઓંદોલન ગુજરાતમાં તો નડયુ નહીં પણ અન્ય રાજ્યોમાં ભાજપને ઘણું નુકશાન વેઠવુ પડ્યુ છે. આ કારણોસર પરશોત્તમ રૂપાલાને મંત્રીપદથી વંચિત રહેવુ પડ્યુ છે.

મોદી સરકાર 3.0ના મંત્રીમંડળમાં સતત બીજી વાર મનસુખ માંડવિયાને મંત્રીપદે તક આપવામાં આવી છે. ગુજરાતમાં પાટીદાર પ્રતિનિધીત્વના ભાગરુપે માંડવિયાને મંત્રીપદ અપાયુ છે જેના કારણે રુપાલાની બાદબાકી કરાઈ છે.

આ વખતે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં રુપાલાએ ક્ષત્રિયો વિરુધ્ધ ટિપ્પણી કરતાં ક્ષત્રિય આંદોલને જન્મ લીધો હતો. આ ક્ષત્રિય આંદોલન ગુજરાતમાં લોકસભાની પરિણામ પર અસરકારક સાબિત થઈ શક્યુ નહીં પણ રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં તેની વ્યાપક અસર જોવા મળી હતી. ક્ષત્રિય આંદોલનને લીધે ભાજપને ઘણી બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. આ જોતાં રૂપાલાને મંત્રીમંડળમાંથી પડતા મૂકાયા છે.

બીજી તરફ, પાટીદાર જ્ઞાતિની સાથે સાથે કોળી સમાજને પણ પ્રતિનિધીત્વ આપવાના ભાગરુપે પહેલીવાર જ સાંસદ બનેલાં નીમુબેન બાંભણિયાને મંત્રીપદ અપાયુ છે. તેમજ આ વખતે ગઠબંધન સરકાર હોવાથી બધાને સાચવવા પડ્યા છે અને તેથી ભાજપના ચૂંટાયેલા સાંસદોમાં મંત્રી પદમાં કાપ આવ્યો છે.

આ સમાચારને શેર કરો