Placeholder canvas

વાંકાનેર: ફૈઝાન ઓઈલ મિલના ભાગીદાર ગુલામમુસ્તુફા શેરસીયાને ચેક રીટર્નના કેસમાં બે વર્ષની સજા

બે વર્ષની સજા અને ફરિયાદીને ૯ લાખનું વળતર ફરમાવતી કોર્ટ

વાંકાનેર: ફૈઝાન ઓઈલ મિલના ભાગીદાર ગુલામમુસ્તુફા જીવાભાઈ શેરસીયાને ચેક રીટર્નના કેસમાં બે વર્ષની સજા અને ફરિયાદીને ૯,૦૦,૦૦૦/- નું વળતર ફરમાવતી કોર્ટ

આ કેસની હકીકત એવી છે કે વાંકાનેર તાલુકાના લાલપર ગામે આવેલ ફૈઝાન ઓઈલ મિલના ભાગીદાર ગુલામમુસ્તુફા જીવાભાઈ શેરસીયા પાસે ખોળના લેણાની ચુકવણી પેટે રૂ.૪,૯૩,૦૦૦/- અને રૂ.૨,૮૦,૦૦૦/- ના ચેકો તીથવાના રહેવાસી હુસેન આહમદભાઈ પરાસરાને આપેલ જે ચેક રીટર્ન થતા હુસેન આહમદભાઈ પરાસરા એ તા.૧૦/૧૨/૨૦૨૦ ના રોજ તેમના વકીલ મારફતે લીગલ નોટીસ આપેલ અને નિયત સમયમર્યાદામાં તે રકમ આરોપી નહી ચુકવતા તે અંગેની ફરિયાદ હુસેન આહમદભાઈ પરાસરાએ વાંકાનેર કોર્ટમાં આ ફૈઝાન ઓઈલ મિલના ભાગીદાર ગુલામમુસ્તુફા જીવાભાઈ શેરસીયા વિરુધ તેમના વકીલ મારફતે કેસ દાખલ કરેલ.

ત્યારબાદ આ આરોપી હાજર નહિ થતા નામદાર કોર્ટે વોરંટ કાઢેલ અને હાજર રખાવેલ ત્યારબાદ સદરહુ કેસ નામદાર શર્માસાહેબની કોર્ટમાં ચાલી જતા આ કામના ફરિયાદીએ પોતાનો કેસ ની:શંકપણે સાબીત કરેલ હોય અને ફરિયાદીના વકીલ ફારૂક એસ.ખોરજીયા એ કરેલ ધારદાર દલીલો અને નામદાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના રજુ કરેલ ચુકાદાને માન્ય રાખીને આ કામના આરોપી ગુલામમુસ્તુફા જીવાભાઈ શેરસીયાને શર્માસાહેબે બે વર્ષની સજા અને ફરિયાદીને વળતર પેટે રકમ રૂપિયા ૯,૦૦,૦૦૦/- ચૂકવવાનો હુકમ કરેલ છે

આ કામના ફરિયાદી વતી વકીલ તરીકે ફારૂક એસ.ખોરજીયા, નાસીર એમ.જામ અને કૌશરબેન ખોરજીયા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો