Placeholder canvas

ચંદ્રપુર તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલાનો લોક સંપર્ક: ઠેર ઠેર લોક આવકાર

વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યા છે.

દક્ષાબા ઝાલા એ ચંદ્રપુર ગામના સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલાના પત્ની છે તેઓ પોતે પણ ચંદ્રપુર ગ્રામ પંચાયતના સભ્ય તરીકે હાલમાં સેવા આપી રહ્યા છે. આમ ચંદ્રપુર સીટ ઉપર ભાજપે એવા ઉમેદવારની પસંદગી કરેલી છે કે જેવો હાલમાં લોકો સાથે સીધા સંપર્કમાં છે.

ચંદ્રપુર ગામ અને ભાટીયા સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી આ ગામનો વિકાસ ખોરંભે પડયો હતો પરંતુ જ્યારથી હરિશ્ચંદ્રસિંહ ઝાલા સરપંચ પદે આવ્યા છે ત્યારથી ચંદ્રપુર જુનું ગામ અને ભાટીયા સોસાયટી, ગુલશનમાં ઘણા બધા વિકાસના કામો થયા છે.

આ ચૂંટણીમાં સરપંચ તેમના પત્નીના ચૂંટણી પ્રચારમાં કહે છે કે જો તમારા વિસ્તારમાં અમે જો કામ કર્યા હોય તો મત આપજો, આમ સરપંચ પોતે કામના નામે મત માંગી રહ્યા છે. જેમને લોકો તરફથી સારો આવકાર મળી રહ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો