Placeholder canvas

મોરબી: PSI સોનારાને વાંકાનેર તાલુકામાં અને PSI ઝાલાને મોરબી એ ડીવીઝનમાં પોસ્ટીંગ

તાજેતરમાં સમગ્ર રાજયમાં પોલીસ બેડામાં બદલી કરવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લાના અધિકારીઓની અન્ય સ્થળે બદલી કરી મોરબીમાં નવા અધિકારીઓ મુકવામાં આવ્યા છે. મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા બે પીએસઆઈને મોરબી જીલ્લાના પોલીસ મથકોમાં પોસ્ટીંગ આપવામા આવ્યું છે

મોરબી જીલ્લામાં બદલી પામીને આવેલા અને લીવ રીઝર્વમાં રહેલા બે પીએસઆઈને પોલીસ મથકમાં પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. વી.આર. સોનારાને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તેમજ જે એલ ઝાલાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન (એટેચ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન) ખાતે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.

આ સમાચારને શેર કરો