વાંકાનેર: આજે UCC અને વકફ બિલ 2025ના વિરોધમાં મૌનરેલી..
વાંકાનેર: આજે UCC અને વકફ બિલ 2025ના વિરોધમાં વાંકાનેર ખાતે એક વિશાળ મૌનરેલી કાઢવામાં આવનાર છે.
આ રેલી મુસ્લિમ સમાજ દ્વારા UCC અને વકફ બિલ 2025ના વિરોધમાં ગ્રીનચોકથી મામલતદાર ઓફિસ સુધીની મૌન રેલી હશે. આ મૌન રેલીમાં ભારતના રાષ્ટ્રધ્વજને સાથે લઈને આગેવાનો આગળ ચાલશે તેમજ ભારતના બંધારણનું પુસ્તક સાથે રાખવામાં આવશે. મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ રેલીમાં વધુમાં વધુ લોકોને જોડાવાની અપીલ કરવામાં આવી છે.
મૌનરેલીનો કાર્યક્રમ :-
તારીખ. 13/04/2025, રવિવાર
સમય. સવારે 10 વાગ્યે
સ્થળ. ગ્રીન ચોક વાંકાનેર

