રાજકોટમાં દેહવ્યાપારનો વિકસતો ધંધો, પખવાડિયામાં છ દરોડા

એસટી બસ સ્ટેન્ડના સેન્ડલ વેલનેસ સેન્ટરમાં સ્પાની આડમાં કૂટણખાનું ઝડપાયું : 10 મહિનાથી દેહવ્યાપાર ચાલતો હોવાનો પોલીસનો ખુલાસો

રાજકોટ : રાજકોટ શહેરમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમે એસટી બસ સ્ટેન્ડના ત્રીજા માળે આવેલા સેન્ડલ વેલનેસ સેન્ટરમાં દરોડો પાડી સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા 10 મહિનાથી સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હતી.

AHTUના PI પી.એન. પઢિયારની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એસટી બસ સ્ટેન્ડની ઉપર ત્રીજા માળે દુકાન નંબર 58 અને 59માં આવેલા સેન્ડલ વેલનેસ સેન્ટરમાં મસાજના નામે ગ્રાહકો બોલાવી દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની માહિતી મળી હતી. માહિતીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન આસામ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતની મળી ચાર યુવતીઓ મળી આવી હતી. પોલીસે નિયમ મુજબ તેમની સાક્ષી તરીકે કાર્યવાહી કરી હતી

પોલીસ તપાસમાં સ્પા સંચાલક તરીકે ભગવતીપરા વિસ્તારમાં સમન્વય હાઇટ્સમાં રહેતા કાસમ કમાલુદ્દીન કાદરી અને તેની પત્ની નસીમના નામ સામે આવ્યા છે. દરોડા દરમિયાન નસીમ હાજર મળી આવતા પોલીસે તેને અટકાયતમાં લીધી હતી, જ્યારે તેનો પતિ કાસમ કાદરી હાજર ન હોવાથી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, અહીં ગ્રાહકો પાસેથી રૂ.1,000 એન્ટ્રી ફી અને ‘એક્સ્ટ્રા સર્વિસ’ના નામે રૂ.2,000 વસૂલવામાં આવતા હતા. તપાસ દરમિયાન પોલીસે રૂ.25,800 રોકડ તથા મોબાઇલ ફોન કબજે કર્યો છે.
આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સ્પા સંચાલક કાસમ કાદરીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં છેલ્લા પખવાડિયામાં દેહવ્યાપારની પ્રવૃત્તિ સામે છ જેટલા દરોડા પાડવામાં આવ્યા હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.

આ કામગીરીમાં AHTUના PSI એસ.પી. ચૌહાણ, ASI અજયકુમાર શુક્લા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ મકરાણી, હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ મારુ, કોન્સ્ટેબલ મહેશભાઈ પ્રસાદ, સૂર્યકાંતભાઈ જાદવ, શાંતુબેન મૂળિયા અને ભૂમિકાબેન ઠાકર સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

📲 કપ્તાન ન્યૂઝ સાથે જોડાયેલા રહો
જો આપ મોરબી અને રાજકોટ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના મહત્વના અને તાજા સમાચાર જાણવા માંગતા હો, તો નીચેની લિંક પર ક્લિક કરીને કપ્તાન ન્યૂઝના WhatsApp ગ્રુપમાં જોડાઓ.

👉 WhatsApp ગ્રુપમાં જોડાવા માટે:
કપ્તાન ન્યૂઝ WhatsApp ગ્રુપ⁠: https://chat.whatsapp.com/6abGhd7Z16iCMPjNWACcKg?s=cl&p=a&mlu=0

આ ઉપરાંત Facebook, Instagram, X અને YouTube પર @kaptaannews — કપ્તાન ન્યૂઝને Like, Follow અને Subscribe કરવાનું ભૂલશો નહીં.

આ સમાચાર શેર કરો

Follow Us on