Placeholder canvas

વાંકાનેર: કોંગ્રેસના ઉમેદવાર જાવીદ પીરઝાદા પાસે 85 લાખની સંપત્તિ

વાંકાનેર : 67-વાંકાનેર કુવાડવા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મહંમદ જાવિદ પીરઝાદા છેલ્લી ત્રણ ટર્મથી સતત વિજય થઈ રહ્યા છે, ગઈકાલે તેઓએ ઉમેદવારી પત્ર રજૂ કરવાની સાથે જાહેર કરેલા સોગંદનામા મુજબ તેમના અને તેમના પત્ની સહિત તેઓ 85 લાખની સંપત્તિ ધરાવે છે. તેઓ અને તેમના પત્ની પાસે કુલ મળી 25 હજારની રોકડ છે. તેઓએ બીએ, બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે.

તેઓની સ્થાવર,જંગમ મિલ્કત અને લોન સહિતની વિગતો નીચે મુજબ છે.
વાંકાનેર – મહંમદજાવિદ પીરઝાદા
અભ્યાસ : બી.એ. બી.એડ.
ધંધો : સમાજ સેવા, ખેતી
સ્થાવર મિલ્કત : 69,00,000
જંગમ મિલ્કત : 7,22,833 – પત્ની 8,85,680
હાથ ઉપર રોકડ : 15,000 – પત્ની 10,000
આવકવેરો : 13,68,280
લોન : 16000
કાર : ઇનોવા- 6,00,000
સોનુ : પોતે- નીલ – પત્ની -10 તોલા

આ સમાચારને શેર કરો