મોરબી જીલ્લામાં ૩૫ પોલીસકર્મીઓને પ્રમોશનની ભેટ

મોરબી જીલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા ૩૫ પોલીસ કર્મચારીઓને બઢતીની ભેટ આપવામાં આવી છે. જેથી પોલીસબેડામાં ખુશીની લહેર જોવા મળે છે.

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા હથિયારી પોલીસ કોન્સ્ટેબલને હથિયારી હેડ કોન્સ્ટેબલના પ્રમોશન આપવામાં આવ્યા છે જેમાં અનિલભાઈ લાભશંકર મહેતા, રાજેશભાઈ રામજીભાઈ પઢીયાર, લાભુભાઈ હમીરભાઈ બાલાસરા, ભીખુભાઈ દાનાભાઈ વાળા, જયેન્દ્રસિંહ ઈન્દુભા ઝાલા, ભરતભાઈ ધરમશીભાઈ રાઠોડ, દિનેશભાઈ ખેંગારભાઈ ધ્રાંગા, સહદેવસિંહ નિરૂભા જાડેજા, યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને માવજીભાઈ સુખાભાઈ ચાવડાને પ્રમોશન અપાયું છે જયારે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાંથી બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે ૧૪ કર્મચારીને પ્રમોશન આપવામાં આવ્યા છે જેમાં અંબાપ્રાતાપસિંહ પ્રવીણસિંહ જાડેજા, રમેશભાઈ ચંદુલાલ મૈયડ, રઘુવીરસિંહ મહેન્દ્રસિંહ પરમાર, મહેશકુમાર જાદવજીભાઈ કહાગરા, પ્રદીપસિંહ ધીરૂભા ઝાલા, મેરૂભાઈ લાલજીભાઈ રોજાસરા, પૃથ્વીરાજસિંહ ભાવુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ દશરથસિંહ જાડેજા, રણજીતસિંહ ઉમેદસંગ રોહડીયા, ધર્મેન્દ્રકુમાર અંબારામભાઈ વાઘડીયા, ભોજરાજસિંહ હરદેવસિંહ ઝાલા, અશ્વિનકુમાર મનસુખભાઈ ઝાપડીયા, જયેશભાઈ સોમાભાઈ વાઘેલા અને રણજીતભાઈ મગનભાઈ મઠીયાને પ્રમોશન આપવામાં આવ્યા છે

જયારે હથિયારી હેડ કોન્સ્ટેબલમાંથી એએસઆઈના પ્રમોશન આપવામાં આવ્યા છે જેમાં જયદેવસિંહ ખોડુભા ઝાલા, પ્રકાશભાઈ રતાભાઈ આહીર, કમલેશભાઈ મનજીભાઈ અઘારા, ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા, જીતેશકુમાર નાનજીભાઈ રાઠોડ, મહેશભાઈ મોહનભાઈ ચાવડા, હિતેશકુમાર નાગજીભાઈ મકવાણા, રસિકલાલ હીરજીભાઈ ચાવડા, સંજયકુમાર ઘનશ્યામભાઈ પટેલ, રજનીકાંતભાઈ ધનજીભાઈ કૈલા અને કૌશિકભાઈ દેવજીભાઈ મારવાણીયાને પ્રમોશન આપવામાં આવ્યા છે જીલ્લા પોલીસવડા એસ આર ઓડેદરાએ પ્રમોશનના ગીફ્ટ આપ્યા છે ત્યારે પોલીસબેડામાં ખુશીની લહેર છવાઈ છે

આ સમાચારને શેર કરો
  • 38
  •  
  •  
  •  
  •  
  •  
    38
    Shares