દેશ-દુનિયા

ચૂંટણી પરિણામ પહેલા અમૂલ દૂધ અને ટોલ ટેક્સમાં ભાવ વધારો…

ચૂંટણી પૂરી થયા બાદ અને મત ગણતરી પહેલા જ સરકારે લોકોને આજે એક દિવસમાં મોંઘવારીના બે ડામ આપ્યા છે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ શકિતનો સમાવેશ થાય છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે. એજ રીતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ દેશભરમાં ટોલ ટેક્સમાં એવરેજ 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવે હાઈવેનો ઉપયોગ કરનાર વાહન ચાલકોએ સોમવારથી વધુ ચુકવણી કરવી પડશે.

જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. આજથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે. જી હા… ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ શકિત નો સમાવેશ થાય છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

GCMMF લિમિટેડ તરફથી રવિવારે સત્તાવાર નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો થતા લોકોમાં ખટરાગ જોવા મળી શકે છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો આવતી કાલ સવારથી અમલમાં મુકાશે.

અમૂલના નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડ 500 મિલીમાં 32ના હવે 33 રૂપિયા થયા છે. અમૂલ તાજા 500 મિલીના 26થી વધીને 27 થયાં છે. અમૂલ શકિત 500 મિલીના 29થી વધીને 30 રૂપિયા થયા છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીકાયો છે.

જ્યારે આજથી નેશનલ હાઈવેથી યાત્રા કરવાનું મોંઘુ થઈ ગયું છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ દેશભરમાં ટોલ ટેક્સમાં એવરેજ 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવે હાઈવેનો ઉપયોગ કરનાર વાહન ચાલકોએ સોમવારથી વધુ ચુકવણી કરવી પડશે.

હાઈવે પર વાહન ચલાવતા ચાલકોના ચાર્જમાં વાર્ષિક સંશોધન પહેલા 1 એપ્રિલથી લાગૂ થવાનું હતું. પરંતુ લોકસભા ચૂંટણીને કારણે વધારો સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. વાર્ષિક સંશોધન એવરેજ 5 ટકાની અંદર રહેવાની સંભાવના છે.

આ સમાચારને શેર કરો