Placeholder canvas

કાન્હાને મનાવવા અને ટંકારામા લાવવા તૈયારી શરૂ.

By જયેશ ભટાસણા – ટંકારા
આવતીકાલે સવારે ૧૦ વાગ્યે દેરીનાકાથી શોભાયાત્રા નિકળશે. શહેરના રાજમાર્ગો ઝળહળી ઉઠયા. નંદધેર આનંદભયો શ્રી કૃષ્ણના જન્મ વધામણાં કરવા અનેરો થનગનાટ.

આવતીકાલે ત્રિલૌકનાખ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ છે ત્યારે ટંકારા માખણ ચોર, નટખટ, યશોદાનંદન, સુદામા મિત્ર કાન્હાને ટંકારા લાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરના રાજમાર્ગો ઉપર શ્રિગાર અને સુશોભન થકી કેસરી પતાકા લહેરાવ્યા છે

ટંકારા માલધારી સમાજના આંગણે દેરીનાકાથી દયાનંદ સરસ્વતી ચોક ત્યાંથી ધેટીયા વાસ અને લો વાસ માથી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પધારશે કોરોના ગાઇડલાઇન ને પગલે નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે ટંકારા પોલીસ દ્વારા આગેવાનો સાથે મીટીંગ કરી મટકીફોડ રાસ માસ સહીતની બાબતો અંગે વાકેફ કર્યા હતા.

આ સમાચારને શેર કરો