Placeholder canvas

વાંકાનેર: ચોરાઉ મોટર સાયકલ સાથે વાહનચોરને ઝડપી લેતી પોલીસ

વાંકાનેર : વાંકાનેર શાકમાર્કેટ નજીકથી બાઈક ચોરી થવા અંગે ગઈકાલે નોંધાયેલ ફરિયાદ બાદ આજે ધમલપર નજીક વાહન ચેકીંગ દરમિયાન વાંકાનેર પોલીસે ચોરાઉ મોટર સાયકલ સાથે વાહનચોરને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના લુણસરીયા ગામે રહેતા લાલજીભાઈ શામજીભાઈ ઓતરાદીયાની માલિકીનું 20 હજારની કિંમતનું બાઈક વાંકાનેર શાકમાર્કેટ નજીકથી ગત.તા.20ના રોજ ચોરાઈ ગયા બાદ ગઈકાલે બાઈક ચોરી અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.જે આજે વાંકાનેર પોલીસે ઘમલપર ફાટક નજીક વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ મોટર સાયકલ સાથે નીકળેલા સોહીલખાન ઉર્ફે કારો કેશરખાન આફ્રેદી, રહે.વાંકાનેર મિલ પ્લોટ, નવજીવન સોસાયટી વાળાને અટકાવી બાઇકના કાગળો માંગતા ન મળી આવતા પોકેટ કોપ મોબાઈલ એપ વડે ચેક કરતા આ બાઈક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું.

આ મામલે પોલીસે ચોરાઉ મોટર સાયકલ કબ્જે કરી સોહીલખાન ઉર્ફે કારો કેશરખાન આફ્રેદી, રહે.વાંકાનેર મિલ પ્લોટ, નવજીવન સોસાયટી વાળાને અટકાયતમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/BDeowoFVfbkELssypF4KFt

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…
આ સમાચારને શેર કરો