માળીયા મિયાણા

માળીયા (મી) તાલુકાના કુંભારીયા ગામે જુગારધામ પર પોલીસ ત્રાટકી: મકાન માલિક સહિત ૭ જુગારી ઝડપાયા…

રૂ.૪૦,૨૦૦ નો મુદ્દામાલ જપ્ત

​માળીયા (મી): માળીયા મીયાણા તાલુકાના કુંભારીયા ગામે એક રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ‘નાલ’ ઉઘરાવી જુગાર રમાડવાનો અખાડો ચલાવતા મકાન માલિક સહિત કુલ સાત જુગારીઓને માળીયા (મી) પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૪૦,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

માળીયા મીયાણા પોલીસને બાતમી મળી હતી કે, કુંભારીયા ગામે રહેતો જેસીંગભાઈ મહાદેવભાઈ દેગામા પોતાના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ‘તીન પત્તી’નો જુગાર રમાડી, નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કુંભારીયા ગામે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી હતી.

પોલીસે રેઇડ દરમિયાન જુગાર રમતા મકાન માલિક જેસીંગભાઈ દેગામા સહિત અન્ય છ આરોપીઓને રંગે હાથ 7 આરોપી પકડી પાડ્યા હતા.
૧. જેસીંગભાઇ મહાદેવભાઇ દેગામા કુંભારીયા મકાન માલિક
૨. જયંતીભાઇ રામજીભાઈ કેલા કુંભારીયા જુગારી
૩. નાથાભાઇ શંકરભાઇ દેગામા કુંભારીયા જુગારી
૪. ત્રિકમજીભાઈ રામજીભાઈ પંચાસરા કુંભારીયા જુગારી
૫. ભગવાનજીભાઇ બચુભાઇ ધામેયા ખાખરેચી જુગારી
૬. કિશોરભાઈ હરજીભાઈ મેવાડા ખાખરેચી જુગારી
૭. રાજેશભાઇ ગોવિંદભાઇ ધંધાણીયા ખાખરેચી

આ તમામ ઇસમો પાસેથી જુગારમાં ઉપયોગમાં લેવાયેલો રોકડ સહિત કુલ રૂ. ૪૦,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માળીયા (મી) પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો