સૌરાષ્ટ્ર

લોકોની સુરક્ષા માટે પોલીસ સજ્જ: ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ ગુનેગારોને આપી કડક ચેતવણી

જ્યાં સત્યની શક્તિ અને જગદીશ બાંગરવાનું નામ છે,
ત્યાં જનતાને સુરક્ષા અને અસામાજિક તત્વોને અંજામ છે!

રાજકોટ: રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે 2019 બેચના નિષ્ઠાવાન IPS અધિકારી અને ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ કમર કસી છે. સામાન્ય જનતાની સુરક્ષા અને શાંતિ માટે પોલીસ કટિબદ્ધ હોવાનું જણાવી તેમણે સ્પષ્ટ કર્યું છે કે, ગુનેગારો સામેની કડક કાર્યવાહી આગામી સમયમાં વધુ તેજ બનશે.

ગેંગસ્ટરો અને અસામાજિક તત્વો સામે ‘સર્જિકલ સ્ટ્રાઈક’:
છેલ્લા પોણા બે વર્ષના ટૂંકા ગાળામાં ડીસીપી બાંગરવાએ રાજકોટમાં ભયનો માહોલ ઉભો કરતી 6 મુખ્ય ગેંગો સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ ઐતિહાસિક કાર્યવાહી કરી છે. જેમાં પેંડા ગેંગ, મુરઘા ગેંગ અને બાટલી ગેંગ સહિતની ટોળકીઓના 85થી વધુ રીઢા ગુનેગારોને રાજ્યની અલગ-અલગ જેલોમાં ધકેલી દેવામાં આવ્યા છે. છરી કે હથિયારો સાથે ફરતા તત્વો સામે પણ પોલીસે લાલ આંખ કરી છે.

આર્થિક છેતરપિંડી અને સાયબર ક્રાઈમ પર લગામ:
લોકોને વધુ વળતરની લાલચ આપી છેતરતા ગઠિયાઓ સામે પોલીસે 17 જેટલા GPID એક્ટ હેઠળ કેસ નોંધી લોકોની મરણમૂડી બચાવી છે. સાયબર ફ્રોડ રોકવા માટે રાજકોટ પોલીસની ટીમ છેક જામતારા અને જમ્મુ સુધી પહોંચી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે, કોઈ પણ પ્રકારના ફ્રોડનો ભોગ બનો તો ડર્યા વગર પોલીસનો સંપર્ક કરો, તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે.

નાગરિકો માટે મહત્વની સૂચનાઓ અને સુધારા:
નવો હેલ્પલાઈન નંબર: કોઈ પણ ગુનાની માહિતી આપવા માટે મો. નં. 63596 29896 પર સંપર્ક કરી શકાય છે.
પોલીસનું નવું સ્વરૂપ: ‘I-GOT’ એપ દ્વારા પોલીસ કર્મીઓને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે, જેથી પોલીસ મથકે આવતા સામાન્ય નાગરિકોને માનભર્યું અને સહયોગી વાતાવરણ મળે.
વેપારીઓને છૂટ: નિયમોના દાયરામાં રહીને વેપારીઓ મોડી રાત સુધી બિનધાસ્ત ધંધો કરી શકશે. પોલીસ માત્ર અસામાજિક તત્વો અને ન્યુસન્સ ફેલાવતા લોકો સામે જ કાર્યવાહી કરશે.

સામાજિક જાગૃતિનો સંકલ્પ:
રાજકોટમાં આત્મહત્યાનો વધતો જતો રેશિયો ચિંતાનો વિષય ગણાવતા ડીસીપીએ જણાવ્યું કે, પોલીસ હવે સામાજિક સંસ્થાઓ સાથે મળીને જનજાગૃતિ અભિયાન શરૂ કરશે. આ ઉપરાંત, ખોટી રીતે પત્રકારત્વના નામે લોકોને ડરાવી ખંડણી માંગતા તત્વો સામે પણ કડક ઝુંબેશ ચલાવવામાં આવશે.
અંતમાં, ડીસીપીએ રાજકોટવાસીઓને ખાતરી આપી હતી કે, શહેરની શાંતિ અને સલામતી માટે પોલીસ રાત-દિવસ કાર્યરત છે અને કોઈ પણ નિર્દોષ નાગરિકને હેરાન થવા દેવામાં આવશે નહીં.

જગદીશ બાંગરવાના નામથી હવે ગુનેગારોમાં ફફડાટ છે,
શાંતિ અને સુરક્ષાનો શહેરમાં ચારેકોર ગુંજાટ છે.
સત્યનો સાથ અને સેવાનો જેમના મનમાં નિર્ધાર છે,
એટલે જ તો રાજકોટની જનતાનો પોલીસ પર અતૂટ વિશ્વાસ છે.

અન્યાય સામે લડવા જેઓ સદાય અગ્રેસર રહે છે,
જગદીશ બાંગરવા જેવા અધિકારી જનતાનું ઘરેણું કહેવાય છે.
ખાખીનો રુઆબ અને હૈયામાં લોકો માટે હેત અપાર છે,
એમના જ પ્રયાસોથી આજે ગુનેગારો જેલના સળિયા પાછળ છે.

આ સમાચારને શેર કરો