બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના અને દિવાળીમાં ઉપયોગી વસ્તુ રાહત દરે મળશે.

વાંકાનેર: બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાંકાનેરમાં સેવા કેન્દ્રનો પ્રારંભ થયા બાદ લોકોને સહાયરૂપ થવા આગામી રવિવારે લોકોને કોરોના અને દિવાળીમાં ઉપયોગી એવી વસ્તુઓનું રાહત દરે આપવાનું આયોજન કરેલ છે.

બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા વાંકાનેરમા ફરી એકવાર કોરોના સામે લડવા માટે માસ્ક, સેનીટાઇઝર, હેન્ડ વોશ,સુદર્શન અને ગીલોચ જેવી આયુર્વેદ દવા, તુલસી વોટર, અને ટોપી-કપડા જેવી હોઝીયરી આઈટમ, કચ્છી તોરણ, ડેકોરેટીવ દીવા, કપુર દાની, કપુર, રંગોળીના કલર, તથા ફરસાણનુ વિતરણ રાખેલ છે.

સ્થળ…બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, જીનપરા, જકાતનાકા પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર.
તારીખ 25-10-2020, રવિવાર, સમય સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી

આ સમાચારને શેર કરો