અમરેલી: રહેણાંક વિસ્તારમાં શેરીમાં ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થતા બ્લાસ્ટ થયો, એકનું મોત…
અમરેલીના ગીરિયા રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં શેરીમાં એક ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થતા આજુબાજુમાં રહેતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો અને બહાર દોડી આવ્યા હતા. બહાર આવીને જોતા જ પ્લેન અગનગોળો બનીને સળગી રહ્યું હતું. ઘટનાને લઈને લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં પ્લેન આગમાં ભસ્મીભૂત થઈ ગયું છે. આ ઘટનામાં પાઈલોટનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે પોલીસ અને ફાયરની ટીમ દોડી ગઈ હતી.
ડીવાયએએપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યુટ કે જે અમરેલી ખાતે પોતાના સિંગલ એન્જિન પ્લેન્સ દ્વારા તાલીમ આપતી હોય, ત્યારે આજે અનિકેત મહાજન કે જે પોતે પોતાનો તાલીમ દરમિયાન લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ દરમિયાન ચારેય વાર ટેકઓફ કર્યું. લેન્ડ કરીને પાછું ફરીવાર ટેકઓફ કર્યુ ત્યારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે કોઈપણ કારણસર એમનું પ્લેન ક્રેશ થયું હતું. તાત્કાલિક ધોરણે કોલ આવતા અમે સ્થળ પર પહોંચીને ફાયર, પોલીસ અને ટીમ ડિઝાસ્ટરની ટીમે એરિયા કોર્ડન કર્યો હતો. એમને રેસ્ક્યૂ કરવા પ્રયત્નો કર્યા. હાલમાં અનિકેત મહાજનનું મૃત્યુ થયું છે અને આગળ પ્રોસિજર ચાલુ છે. પ્લેનમાં ટ્રેઈની અનિકેત એકલો હતો અને તે જ પ્લેન ઉડાડતો હતો.
જુવો કેટલીક તસ્વીરો…







