વાંકાનેર

વાંકાનેર: પીપળીયા રાજમાં સતત ચોથી વખત ઉપસરપંચ પદે ચુંટાતા રસુલભાઈ ભોરણીયા

વાંકાનેર: પીપળીયા રાજ ગ્રામ પંચાયતમાં આજે ઉપસરપંચની ચૂંટણી કરવામાં આવી હતી, આ ચૂંટણીમાં ભોરણીયા રસુલભાઈ વલીભાઈ નું એકમાત્ર ફોર્મ ભરાતા તેમને ચૂંટણી અધિકારીએ બિનહરીફ જાહેર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સત્તારૂઢ થયેલી પેનલ વર્ષોની રાહ જોયા બાદ સત્તા સ્થાને આવી છે, આ પેનલના સરપંચ સહિત દસમાંથી સાત સભ્યો ચૂંટાઈ આવ્યા છે. જ્યારે વિરોધ પેનલના માત્ર ત્રણ સભ્ય ચૂંટાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે રસુલભાઈ ભોરણીયા સતત આ ચોથી વખત ઉપસરપંચ બન્યા છે. આ પૂર્વે ત્રણ ટર્મ વિરોધ પક્ષના સરપંચ હતા આમ છતાં ઉપસરપંચ પદે રસુલભાઇ ચૂંટાઈ આવતા હતા.

આ સમાચારને શેર કરો