skip to content

જમાઈ જમ બનીને આવ્યો: બજરંગવાડીમાં ઘરમાં ઘુસી સસરા પર પાઈપથી હુમલો.

રાજકોટ: બજરંગવાડીમાં જમ બનીને આવેલા જમાઈએ સસરા પર પાઈપથી હુમલો કરતાં પ્રૌઢને સારવારમાં ખસેડવા પડ્યા હતાં. પ્રાપ્ત વિગત મુજબ, જામનગર રોડ પર બજરંગવાડીમાં રહેતાં ફકીરભાઈ મહમદભાઈ સવાદીયા (ઉ.વ.50) ગઈકાલે મોડી રાત્રે પોતાના ઘરે હતાં ત્યારે ઘરે ઘસી આવેલા તેના જમાઈ આફતાબ તેની માતા શેરબાનું, સહિતના શખ્સોએ ઝઘડો કરી પાઈપથી હુમલો કરી તેની પુત્રીને મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતાં. ઇજાગ્રસ્ત પ્રૌઢને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

વધુમાં ઇજાગ્રસ્ત ફકીરભાઈના ભત્રીજાએ જણાવ્યું હતું કે, તેમના કાકાની પુત્રીને તેના પતિ અફતાબના ત્રાસથી કંટાળી અને બીમારીની સારવાર કરાવવા માટે તેને ઈદના તહેવાર બાદ ઘરે રોકી રાખી હતી.

દરમિયાન ગઈકાલે આફતાબનો તેના પર ફોન આવ્યો કે, તેને તેના પુત્રને મળવું છે, જેથી તે મામલે તેના કાકાને વાત કરતાં તેને મળવા માટે ના પાડતા આફતાબ ઉશ્કેરાયો હતો અને તેના પરિવાર સાથે ઘસી આવી હુમલો કર્યો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફે ઇજાગ્રસ્તનું નિવેદન નોંધયું હતું.

આ સમાચારને શેર કરો