રાજકીયવાંકાનેર

પીપળીયા-રાજમાં સહકારી મંડળીમાં ‘મહેબુબુ રાજ’ યથાવત: વિરોધી સાફ

વાંકાનેર: પીપળીયા રાજ જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણીમાં મહેબૂબ ભાઈ સરપંચની પેનલનો વિજય થયો છે. આખી પેનલમાંથી 20 એ 20 સભ્ય ચૂંટાઈ આવતા સામેની પેનલનો કારમો પરાજય થયેલ છે ને સાવ સાફ થયા છે. મહેબુબભાઇ સરપંચની પેનલનો છેલ્લા 20 વર્ષમાં છઠ્ઠી વખત આખે આખી પેનલ જીતી દબદબો જાળવી રાખીને વિરોધ પેનલને સાફ કરી દીધી છે.

સહકારીની ચૂંટણીમાં વિરોધ પેનલમાં ભાજપના કહેવાતા ધુરંધરો ભેગા થયા છતાં પણ પેનલનો પરાજય થયો. ગામલોકોએ સરપંચની આખી પેનલને વિજય બનાવીને સાબિત કર્યું કે આજે પણ પીપળીયા રાજની જનતા મહેબુબભાઇ સરપંચ પ્રત્યે વિશ્વાસ ધરાવે છે. જે બદલ મહેબુબભાઇએ આખી પેનલ વતી તમામ ગામના મતદારોનો આભાર માન્યો હતો.

કોણ જીત્યું ?

  1. મહેબુબભાઇ અાહમદભાઈ કડીવાર (સરપંચ)
  2. યુનુસભાઈ ફતેહ માહમદભાઈ કડીવાર
  3. યુનુસભાઈ મામદભાઈ શેરસીયા
  4. હાજીભાઈ અભરામભાઈ શેરસિયા
  5. મહમદ યાસીન અબ્દુલરહીમ માથાકિયા
  6. ગેલાભાઈ રૈયાભાઈ ફાંગલીયા
  7. ભવનભાઈ દુધાભાઈ ચૌહાણ
  8. ઉસ્માન મામદ હાજી સરસીયા
  9. ઉસ્માન અમી કડીવાર
  10. ઈસ્માઈલ આહમદ કડીવાર
  11. ઈલ્મુદીન માહમદ કડીવાર
  12. ઈકબાલહુસેન આહમદ કડીવાર
  13. અમીયલ હયાત દેકાવાડીયા
  14. અમી મામદ દેકાવાડીયા
  15. અબ્દુલરહીમ વલીમામદ કડીવાર
  16. અબ્દુલ માહમદ કડીવાર
  17. અબ્દુલ અલાઉદી માથકિયા
  18. રોશનબેન માહમદભાઈ શેરસીયા
  19. મરિયમબેન હુસેનભાઇ શેરસીયા
  20. ગુલામ મોહીનુદ્દીન મામદહુસેનભાઇ કડીવાર
આ સમાચારને શેર કરો