મોરબી

મોરબી: મનસુરી પીંજારા સમાજ દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ અને કુટુંબ પરિચય બુકનું વિમોચન કરવામાં આવ્યું…

મોરબી: મનસુરી પીંજારા સમાજ રિલીફ કમિટી દ્રારા વિદ્યાર્થી સન્માન સમારોહ – 2025 અને કુટુંબ પરિચય બુક-2025નું વિમોચન કરવામાં આવ્યું. આ વિધાર્થી સન્માન સમારોહમાં ધોરણ-5 થી કોલેજ સુધીનાં તમામ વિદ્યાર્થીઓનું શિલ્ડ અને ગિફ્ટ આપી રિલીફ કમિટી દ્વારા સન્માન કરવામાં આવેલ જેમાં રિલીફ કમિટીના કન્વીનર સલીમભાઈ રહીમભાઈ પીપરવાડીયા દ્વારા આમંત્રિત મહેમાનોનુ સ્વાગત કરવામાં આવેલ

ઈકબાલભાઈ લિંગડીયા મનસુરી પીંજારા સમાજ રાજકોટ ઉપપ્રમુખ, ડો. મનસુરભાઈ હાજીઇસ્માઇલભાઈ પીલુડિયા (મેડિકલ ઓફિસર), ડો. નદીમભાઈ રજાકભાઈ ઓડિયા (મેડિકલ ઓફિસર), હુશેનભાઈ હેરંજા રાજકોટ (એડવોકેટ) અને સુઝાનબેન સલીમભાઈ ઉમરેટિયા (સ્ટાફ નર્ષ)
દરેક મહાનુભાવોએ હાજરી આપી શિક્ષણ વિસે માહિતગાર કરેલ તેમજ મનસુરી પીંજારા સમાજના સેક્રેટરી ઈકબાલભાઈ ગનીભાઈ પીલુડિયા ને વિદ્યાર્થી સન્માન સમારોહના અધ્યક્ષ સ્થાન આપી તેમનું સન્માન કરેલ આ તકે તેમના દ્વારા દરેક વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આમંત્રિત મહેમાનો તથા સમાજના આગેવાનો તેમજ રિલીફ કમિટીના સભ્યો દ્વારા મનસુરી પીંજારા સમાજ મોરબીની કુટુંબ પરિચય બુકનું વિમોચન કરવામાં આવ્યૂ હતું. આ તકે સમાજ પ્રમુખ આરીફભાઈ હાજીહાસમભાઈ પીલુડિયા એ કુટુંબ પરિચય બુક વિશે માહિતી આપેલ અને તમામને અભિનંદન પાઠવ્યા હતા. આ રીતે રિલીફ કમિટીના દરેક સભ્યો તેમજ મનસુરી પીંજારા સમાજના આગેવાનોએ સાથે મળી વિદ્યાર્થી સન્માન સમારોહને સફળ બનાવ્યો હતો.

આ તકે આમંત્રિત મહેમાનો તેમજ તમામ આગેવાનો શહેરી અને ગ્રામ્ય કારોબારી સભ્યો તેમજ તમામ સખી દાતાઓનો રિલીફ કમિટીના સહકન્વીનર રજબઅલી દાઉદભાઈ ગોધાવીયા અને નદીમભાઈ રફીકભાઈ પીલુડિયા દ્વારા આભાર માન્યો હતો.

https://chat.whatsapp.com/BVfwVS51sUlJrrrTd3Atb
આ સમાચારને શેર કરો