વાંકાનેર: શ્રી એચ. એન. દોશી આર્ટસ એન્ડ આર. એન. દોશી કોમર્સ કોલેજ, વાંકાનેર ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના વર્ષ ૨૦૨૬-૨૭ના રમતગમત કેલેન્ડર અંતર્ગત આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી રેસ (૧૦ કિલોમીટર)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રાજગુરુ નાગાબાવાના મંદિરથી સ્વયંભૂ જડેશ્વર દાદાના મંદિર સુધી ભાઈઓ તથા બહેનો માટે આ સ્પર્ધા યોજાઈ હતી.
સ્પર્ધાના ઉદ્ઘાટન સમારંભમાં વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ધવલભાઈ વેકરીયા, દોશી કોલેજના આચાર્ય ડૉ. વાય. એમ. ચુડાસમા, જડેશ્વર મંદિરના લઘુ મહંત જીતેન્દ્રભાઈ ત્રિવેદી, મંદિરના ટ્રસ્ટી કિશોરસિંહ ઝાલા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગના ડૉ. હરીશ બી. રાબા, ઓબ્ઝર્વર ડૉ. સંદીપભાઈ વાળા તેમજ ઇવેન્ટના આયોજક ડૉ. યોગેશ એ. ચાવડા અને ડૉ. શૈલેષભાઈ આર. લાવડીયા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શિલ્ડ અને મેડલ વિતરણની જવાબદારી ડૉ. અતુલભાઈ વોરા અને ડૉ. મયુરભાઈ જાની દ્વારા સંભાળવામાં આવી હતી. ખેલાડીઓના દસ્તાવેજોની ચકાસણી અને વ્યવસ્થામાં ડૉ. જીગરભાઈ નૈયા, ખ્યાતીબેન ત્રિવેદી, ડૉ. કોમલબેન કાલીયા, ભક્તિબેન ખરવડ અને મહેકબેન જોડાયા હતા. જ્યારે ખેલાડીઓની રહેવાની વ્યવસ્થા હેતલબેન અને એકતાબેન દ્વારા સંભાળવામાં આવી હતી.

ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તેમજ રમતની ભાવના જાળવવા પ્રેરણા આપી હતી. સાથે જ શિસ્ત, નેતૃત્વ અને ટીમભાવના જેવા ગુણોને રમતની સાથે જીવનમાં પણ ઉતારવા અનુરોધ કર્યો હતો.
આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી રેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની ભાઈઓની ૧૮ ટીમોમાંથી અંદાજે ૬૨ ખેલાડીઓ તથા બહેનોની ૧૭ ટીમોમાંથી અંદાજે ૬૩ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આમ કુલ અંદાજે ૧૨૫ ખેલાડીઓએ ૧૦ કિલોમીટરની સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની રમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. સમગ્ર સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ શિસ્ત, રમતિયાળ ભાવના અને ઉચ્ચ કક્ષાનું રમતકૌશલ્ય દર્શાવ્યું હતું.
સ્પર્ધાનું સમગ્ર સંચાલન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વર ડૉ. સંદીપભાઈ વાળાની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું.
ભાઈઓનું વ્યક્તિગત પરિણામ
🥇 પ્રથમ ક્રમ: સાપરા અમિત વી. – જે. જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, રાજકોટ
🥈 દ્વિતીય ક્રમ: પરાલિયા બુધાભાઈ એ. – સખીદા આર્ટસ કોલેજ, લીંબડી
🥉 તૃતીય ક્રમ: સોલંકી રોહિત ટી. – સરકારી આર્ટ્સ કોલેજ, જામનગર
ભાઈઓમાં ચેમ્પિયનશિપ
ચેમ્પિયન: સરકારી કોલેજ, જાફરાબાદ
રનર્સ અપ: એસ.એસ.પી. જૈન કોલેજ, ધાંગધ્રા
પ્રથમ રનર્સ અપ: ડી.કે.વી. કોલેજ, જામનગર
બહેનોનું વ્યક્તિગત પરિણામ
🥇 પ્રથમ ક્રમ: કટેશીયા અસ્મિતા – ઝવેરચંદ મેઘાણી કોલેજ, ચોટીલા
🥈 દ્વિતીય ક્રમ: ઓળકિયા માનસી – એમ. વી. એમ. આર્ટસ કોલેજ, રાજકોટ
🥉 તૃતીય ક્રમ: બાવળીયા ટિશા – એમ. વી. એમ. આર્ટસ કોલેજ, રાજકોટ
બહેનોમાં ચેમ્પિયનશિપ
ચેમ્પિયન: એમ. વી. એમ. આર્ટસ કોલેજ, રાજકોટ
રનર્સ અપ: એસ.એસ.પી. જૈન કોલેજ, ધાંગધ્રા
પ્રથમ રનર્સ અપ: એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર
અંતમાં વિવિધ કેટેગરીમાં વિજેતા ખેલાડીઓ તથા ટીમોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
સમગ્ર સ્પર્ધાનું આયોજન દોશી કોલેજના ટ્રસ્ટી વિરેન્દ્રભાઈ દોશી, ચિરાગભાઈ શેઠ અને આચાર્ય ડૉ. વાય. એમ. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. ગેમના આયોજક ડૉ. વાય. એ. ચાવડા, વિવિધ આયોજન સમિતિઓ, કોલેજ સ્ટાફ, રમત અધિકારીઓ, વિદ્યાર્થી સ્વયંસેવકો તથા જૂના વિદ્યાર્થીઓના સહયોગથી સમગ્ર આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

