Placeholder canvas

વાંકાનેર: પરણીત ઢાંઢાએ સગીરાને આવારૂ જગ્યાએ લઇ જઇ શારિરીક અડપલાં કર્યા.

વાંકાનેર શહેરમાં પરણીત યુવક દ્વારા ગોલો ખવડાવવાના બહાને એક સગીરાનું અપહરણ કરી માર્કેટ યાર્ડ તરફ આવારું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરતાં બાબતની જાણ પરિવારજનોને થતાં તેમણે આરોપી સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક વિરુદ્ધ પોકસો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા એક સંતાનના પિતા એવા આરોપી સિરાજ મુન્ના બુખારી નામનાં પરણિત શખ્સ વાંકાનેરની સગીર વયની બાળાને પરિવારજનોને જાણ બહાર ગોલો ખવડાવવાના બહાને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તરફ આવારૂ જગ્યાએ લઇ જઇ શારિરીક અડપલાં કર્યા હતા, જેમાં બીજી તરફ સગીર દીકરી ગુમ થતા પરિવારજનો દ્વારા શોધખોળ કરતા સગીરાને સીરાઝ લઇ ગયો હોવાની જાણ થતા આજુબાજુના લોકો એકત્રિત થઈ ઢગાની શોધખોળ શરૂ કરતાં આરોપી સગીરાને ઘર નજીક મૂકી નાસી ગયો હતો…

જેથી આ મામલે સગીરાના માતાએ આરોપી સીરાઝ મુન્ના બુખારી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇપીસી કલમ 363, 354 (ક) (1) તથા પોકસો એકટ કલમ 12 મુજબ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઇ દ્વારા શરૂ કરી છે…

આ સમાચારને શેર કરો