Placeholder canvas

વાંકાનેર: ખીજડીયા પાસે સ્થાપિત થનાર ફુલેત્રા સ્ટીલને ૧૩.૨૮ લાખનો દંડ.

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામમાં સ્થાપિત થનાર ફુલેત્રા સ્ટીલ દ્વારા પર્યાવરણીય સમંતિ પહેલા પ્રોજેકટનું બાંધકામ ચાલુ કરી દેતા તેની ફરિયાદ મીનીસ્ટ્રી ઓફ એન્વાયમેન્ટ એન્ડ ફોરેસ્ટને કરવામાં આવી હતી જેને લઈને તેને મીનીસ્ટ્રી દ્વારા તેની તપાસ કરવામાં આવી અને તેને ૧૩.૨૮ લાખનો દંડ કરવામાં આવ્યો અને તેને બાંધકામ રોકી દેવાનું કેહવામાં આવ્યું હતું તેમ છતાં પણ ફુલેત્રા દ્વારા કામ ચાલુ રાખવામાં આવતા તેના વિરુદ્ધ ફરી ૧, સપ્ટે, ૨૦૨૨ ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટની લોક સુનાવણી વખતે ઉસ્માનગની શેરસીયા અને બીજા ખેડૂતો દ્વારા પર્યાવરણ નુકશાન થશે તેવી રજૂઆત કરવામાં આવી હતી તે રજુઆતને કંપનીના ફાઈનલ ઈ.આઈ.એ. રીપોર્ટમાં સમાવેશ કરવામાં આવેલ નથી તેમજ આ પ્રોજેક્ટના સ્થાપનાર દ્વારા ધ્યાને લેવામાં આવેલ નથી. તેમજ ફુલેત્રા દ્વારા ખીજડીયા ગ્રામ પંચાયત પાસેથી બાંધકામ પરવાનગી મેળવ્યા પહેલા છ મહિના પહેલા બાંધકામ ચાલું કરી દેવામાં આવેલ હતું અને તેને ગ્રામ પંચાયતએ પણ દંડ કરેલ હતો તેમજ ગ્રામ પચાયતની સામાન્ય સભાએ દ્વારા તેને બાધકામ પરવાનગી આપેલ હતી પણ ગ્રામજનોનાએ વિરોધ ચાલુ કરતાં ફરી ગ્રામસભા બોલાવવામાં આવી હતી અને ગ્રામસભા દ્વારા બાંધકામ પરવાનગી રદ કરતો ઠરાવ કરવામાં આવ્યો હતો.

આવા જોખમી પ્રોજેક્ટને જ્યાં સુધી મીનીસ્ટ્રી દ્વારા પર્યાવરણીય સમંતિ મળે નહિ ત્યાં સુધી બાંધકામ કરી શકાય નહિ પણ ફૂલેત્રાએ આ કોઈ નિયમને ધ્યાને લીધા વિના બાંધકામ ચાલુ કરેલ હતું જેની ફરિયાદ કરવામાં આવી હતી તેને લઈને મીનીસ્ટ્રી દ્વારા ૧૩.૨૮ લાખનો દંડ કરવામાં આવેલ હતો અને પર્યાવરણીય શરતોનો ભંગ થયેલ છે તે ધ્યાને લેવામાં આવેલ હતું અને તેને બાંધકામ બંધ કરવાનું જણાવેલ હતું તેમછતાં તેણે બાંધકામ ચાલુ રાખેલ હોય તેની સામે ફરી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

આ કિસ્સામાં કંપનીએ ગ્રામ પચાયતના ગૌચરમાં ગેરકાયદેસર રીતે માટી ચોરી કરી કંપનીના પ્લોટમાં પુરાણ કરી રોયલ્ટી ચોરી કરી, વૃક્ષો કાપી નાખી, ગૌચરણને ભારે નુકશાન કરેલ છે. આ ફરિયાદમાં બાંધકામ બંધ કરવા, માટી ચોરી કરેલ હોય તેની તપાસ કરી દંડ કરવા ગૌચરને ફરીથી પુનઃ સ્થાપિત કરવા માંગ કરવામાં આવેલ છે. પર્યાવરણીય નિયમોનું ઉલ્લઘન કરેલ હોય અને તેની વૈજ્ઞાનિક બધી ગણતરી કરીને ૯૬.૨૫ લાખ વસુલ કરવા માટેની લેખિત ફરિયાદ મીનીસ્ટ્રી ઓફ એન્વાયમેન્ટ એન્ડ ફોરેસ્ટ અને પર્યાવરણીય સમંતિ આપનાર વિભાગોને રજૂઆત કરવામાં આવેલ છે.

ઉસ્માનગની શેરસીયાએ વધુમાં જણાવ્યું હતું કે આમ, છતાં ફૂલેત્રા સ્ટીલને સરકાર દ્વારા પર્યાવરણીય સમંતિ આપવામાં આવશે તો તેને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (પર્યાવરણીય કોર્ટ) માં કેસ દાખલ કરવામાં આવશે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV
આ સમાચારને શેર કરો