મોરબી

જાહેરમાં પેશાબ કરતા લોકોના મોટા બેનરમાં લાગ્યા ફોટો.!! એક ફોટો ખાલી રાખી લખ્યુ હવે આપનો વારો…!!

રાજ્યમાં અનેક જગ્યાએ રોડ, રસ્તાઓ પર કચરાના ઢગલા જોવા મળે છે. ગંદકીના સામ્રાજ્યની સાથે કેટલાક લોકો રસ્તા પર ગમે તે જગ્યાએ પેશાબ કરતા હોય છે. ત્યારે મોરબીમાં જાહેરમાં યુરિનલ કરનારા લોકો શહેરને ગંદુ ન કરે તે માટે માટે મહાનગરપાલિકાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. મોરબીમાં જાહેરમાં યુરિનલ કરનારાને એક મોટા બેનર થકી ચેતવણી આપવામાં આવી છે.

જાહેરમાં યુરિનલ કરતા લોકો સાવધાન !

મોરબપીમાં મનપા કચેરી બહાર મોટું બેનર લગાવાયુ છે. બેનરમાં જાહેરમાં યુરિનલ કરતા લોકોના ફોટા લગાવાયા છે. જાહેરમાં યુરિનલ કરતા લોકોને રોકવા મનપાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વિવિધ વિસ્તારમાં જાહેરમાં યુરિનલ કરતા લોકોના ફોટા બેનરમાં લગાવ્યા છે. મનપાએ બેનર પર જાહેરમાં યુરિનલ કરતા લોકો માટે ચેતવણી લખી છે. જાહેરમાં યુરિનલ કરશો તો તમારો ફોટો પણ બેનરમાં લાગશે તેવી ચેતવણી આપી છે.

લોકોના ફોટા બેનરમાં લગાવી આપી ચેતવણી

મહત્તવનું છે કે જાહેર રસ્તાઓ પર યુરિનલ કરનારાઓને રોકવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. મોરબીમાં મનપા કચેરી બહાર મોટું બેનર લગાવાયું છે. બેનરમાં જાહેરમાં યુરિનલ કરતા લોકોના ફોટા લગાવાયા હતા. જાહેરમાં યુરિનલ કરતા લોકોને રોકવા માટે મનપાએ વિવિધ રસ્તાઓમાં મોટા બેનર લગાવવામાં આવ્યા છે. આ સાથે જ ચેતાવણી પણ આપી છે કે જાહેરમાં યુરિનલ કરશો તો તમારો ફોટો પણ બેનર પર લગાવવામાં આવશે.

આ સમાચારને શેર કરો