Promotional Articlesકૃષિવાંકાનેર

પરફેક્ટ એગ્રી મોલના શનિવારે સિફટિંગ કાર્યક્રમમાં ‘પ્રગતિશીલ ખેડૂત સંમેલન’નું આયોજન, પરેશ ગોસ્વામી આપશે હાજરી…

વાંકાનેર: કૃષિ ક્ષેત્રમાં બાગાયત અને શાકભાજીના પાકોમાં બહોળા અનુભવના આધારે આપણાં વિસ્તારમાં કૃષિ વ્યવસાયને વધુ સમૃધ્ધ બનાવવાના હેતુથી સતત બાર વર્ષથી ખેડૂતોની સાથે કદમ મીલાવી ખેતીને સમૃધ્ધ બનાવવાનો પ્રયાસ કરી રહેલ “પરફેકટ એગ્રી મોલ” આગામી શનિવારે એક વિશાળ જગ્યામાં સ્થળાંતર કરી રહ્યા છે.
આ શુભ પ્રસંગે માનવંતા ખેડૂત ભાઈઓ માટે ખાસ એક ‘પ્રગતિશીલ ખેડૂત સંમેલન’નું આયોજન કરેલ છે. આ સંમેલનમાં આપણા જાણીતા કૃષિ નિષ્ણાંત અને વેધર એનાલીસ્ટ એવા શ્રી પરેશ ગોસ્વામી સાહેબ તથા અન્ય કૃષિ નિષ્ણાંતો પણ ખેતીને લગતી વિસ્તૃત ચર્ચા કરી ખેડૂતોને માહીતગાર કરશે. આ સંમેલનમાં આપવામાં આવનાર માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.
તો આપ સૌ ખેડૂતમિત્રોને ‘પ્રગતિશીલ ખેડૂત સંમેલન’નો લાભ લેવા અને અમારા આમંત્રણને માન આપી આપ સૌ મિત્ર મંડળ સાથે… અમારા હોસલા અને આપના જ્ઞાનને બુલંદ કરવા માટે પધારવા માટે ‘પરફેક્ટ એગ્રી મોલ’ના પાર્ટનરો તરફથી ભાવભીનું આમંત્રણ છે.
પ્રગતિશીલ ખેડૂત સંમેલન’
તારીખ : ૨૬-૦૪-૨૦૨૫, શનિવાર
સમય : સવારે ૯-૧૫ કલાકે
સ્થળ : પરફેકટ એગ્રી મોલ,
એસ.કે. પ્લાઝા, રાજકોટ રોડ, પતાળીયા પુલની બાજુમાં, વાંકાનેર.
નિમંત્રક:
♦️ઇકબાલ બાદી M.R.S.(Agri) મો. ૯૯૯૮૧ ૯૯૯૧૨
♦️આરીફ માણસીયા B.R.S.(Agri) મો. ૮૧૪૧૧ ૭૨૦૨૦
આ સમાચારને શેર કરો