Placeholder canvas

લીંબડી-રાજકોટ ને.હાઇવે પર અજાણ્યા વાહનની હડફેટે પદયાત્રીનું મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોનો એપીક સેન્ટર બનતું હાઇવે હોય તો લીંબડી રાજકોટ હાઇવે છે તેવા સંજોગોમાં લીંબડી રાજકોટ હાઇવે ઉપર આવેલ છાલિયા તળાવ નજીક અકસ્માત સર્જાયો છે અકસ્માતના પગલે ઘટના સ્થળે યુવકનું મોત નીપજવા પામ્યો છે.

સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઇવે ઉપર છાલિયા તળાવ નજીક ચોટીલા દર્શને ચાલીને જતા પદયાત્રીને ડમ્પર જેવા મોટા વાહને હડફેટે લીધો હતો. જેને લઇને ઘટના સ્થળે જ ચાલીને જતા દર્શનાર્થીનું મોત નીપજવા પામ્યું છે ત્યારે પ્રાથમિક તપાસમાં અરવલ્લી 30 થી વધુ લોકો ચોટીલા દર્શન અર્થ જઈ રહ્યા છે પગપાળા યાત્રા મારફતે ચોટીલા પહોંચી રહ્યા છે ત્યારે સંઘ સાથે ચાલી રહેલા યુવકને હડફેટે લેતા ઘટના સ્થળે યુવકનું મોત નીપજવા પામ્યું છે. મૃતક યુવકની ડેડબોડીને પીએમ માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે અને ત્યાં તેનું પીએમ કરવામાં આવ્યું છે સગા-સ્નેહીજનો ને પણ આ મામલે જાણકારી આપવામાં આવી છે અને આગળની તપાસ કામગીરી પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

જોકે હાલની પરિસ્થિતિ મુજબ અકસ્માત સર્જી અને મોટું વાહન ફરાર બની જવા પામ્યું છે ત્યારે આગળના સીસીટીવી ચેકિંગ કામગીરી હાથ ધરી અને લીંબડી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે હજુ અકસ્માત સર્જનાર વાહન ચાલક ફરાર થઈ ગયો છે. ત્યારે સંઘમાં પણ અકસ્માતના પગલે યુવકનો જીવ ગુમાવતા શોકની લાગણી વ્યાપી જવા પામી છે અને વધુ એક ચોટીલા દર્શને જતા પદયાત્રીનું હાઇવે અકસ્માતના પગલે મોતની નિપજેલ છે.

આ સમાચારને શેર કરો