વાંકાનેર: પેડકમાં વર્ષો જુનું જર્જરીત નાલુ નગરપાલિકાએ તોડી નાખ્યું…
વાંકાનેર: નગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ પાસેથી પેડકમાં જવા માટેના રસ્તા ઉપર નાના વોકળા ઉપર સાંકળુ માત્ર ચાલીને અથવા તો ટુ વ્હીલ લઈને ચાલી શકાય તેવું એક નાનું આવેલું છે.જે નાલુ ઘણા સમયથી જર્જરીત હાલતમાં જોખમી બની જતા તેને તોડી પાડવામાં આવ્યું છે. નગરપાલિકાએ જણાવ્યું છે કે… અહીં નવું નાલું બનાવવા માટે નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હોય, જેની નિર્માણ કામગીરી પણ ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવશે…


