હવે હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં મોટા અક્ષરે લખવું પડશે “આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી”
હવે કોઈ પણ હોસ્પિટલ તેમના જ મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાની ફરજ પાડી શકે નહીં, તેમજ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં મોટા અક્ષરે લખવું પડશે “આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી”
ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્રરે પરિપત્ર બહાર પાડ્યો છે એમાં જણાવવામાં આવ્યું છે કે… રાજ્યમાં આવેલ હોસ્પિટલો ખાતે આવેલ ઇન હાઉસ મેડીકલ સ્ટોર પાસેથી હોસ્પિટલના દર્દીઓને દવા ખરીદ કરવા માટે ફરજ પાડી શકાય નહીં. આથી દરેક ઇન હાઉસ મેડીકલ સ્ટોરના સંચાલકોએ નીચે જણાવેલ સૂચના હોસ્પિટલના દર્દીઓ દવા ખરીદ કરવા આવે ત્યારે સ્પષ્ટપણે દેખાય તે રીતે મોટા અક્ષરમાં ફરજીયાતપણે લખવાનું રહેશે. “આ હોસ્પીટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી”