Placeholder canvas

વાંકાનેર પાટીદાર સમાજ દ્રારા શરદપૂર્ણિમાની શાનદાર ઉજવણી…

પાટીદાર સમાજ માણ્યો શરતોત્સવ

વાંકાનેર: શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે પાટીદાર સમાજના નાના નાના ભૂલકા, બાળકો, યુવાન ભાઈ -બહેનો અને વડીલો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉમંગ અને હર્ષભેર રાસની રંગત માણી. વાંકાનેરનો પાટીદાર સમાજ છેલ્લા ૨૦ વર્ષથી સમાજના સર્વે ભાઈઓ – બહેનો સાથે હળી મળીને ઉલ્લાસપૂર્વક શરદપૂર્ણિમાનો ઉજવણી કરતો આવ્યો છે,તેવું સમાજના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલે આ તકે જણાવ્યું હતું.

રાસોત્સવમાં ભૂલકા, યુવાનો, વડીલો,કપલમાં વેલડ્રેસ અને ખેલૈયાને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ રાસોત્સવ કાર્યક્રમનું સુંદર આયોજન પાટીદાર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરો