Promotional Articlesવાંકાનેરશૈક્ષણિક

12 સાયન્સનું બોર્ડનું પરિણામ જાહેર વાંકાનેરનો વિદ્યાર્થી સમગ્ર બોર્ડમાં 99.99 પીઆર સાથે પ્રથમ

આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધો.12 સાયન્સ, ધો.12 કોમર્સ અને GUJCET ના પરિણામમાં વાંકાનેરની No.1 જ્ઞાનગંગા સ્કૂલે પોતાની પ્રતિષ્ઠા પ્રમાણે જ શ્રેષ્ઠ દેખાવ કરતા No.1 નો તાજ જાળવી રાખ્યો છે. જેમાં ધો.12 સાયન્સ હના આજે જાહેર થયેલ પરિણામમાં 99.99 PR સાથે જ્ઞાનગંગા સ્કૂલના વિધાર્થી પટેલ મીતએ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે. આ ઉપરાંત પટેલ મીતએ આજે જાહેર થયેલા GUJCET ના પરિણામોમાં પણ 116.25 ગુણ મેળવી GUJCET ના પરિણામના અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે…
પટેલ મિત એ મળેલા માર્ક્સ

કેમેસ્ટ્રીમાં 100 માંથી 100
બાયોલોજીમાં 100 માંથી 99
અને ફિઝિક્સમાં 100 માંથી 98 માર્ક્સ,
આમ કુલ 300 માંથી 297 માર્ક્સ મેળવેલ

આ સમાચારને શેર કરો