skip to content

વાંકાનેર: પટેલ મશીનરી સ્ટોરમાં જગદીશ સબમર્શિબલની ડીલરશીપના 36 વર્ષ પુરા, 37 વર્ષમાં મંગલ પ્રવેશ….

વાંકાનેરમાં ખૂબ જૂની અને જાણીતી પેઢી એટલે ‘પટેલ મશીનરી સ્ટોર’ પટેલ મશીનની સ્ટોરનો શુભારંભ દેશની આઝાદી બાદના દશકામાં થયેલો અને શરૂઆતથી જ વાંકાનેરમાં મર્ક્યુરી મશીનના ડીલરશીપ મેળવીને ઓઇલ એન્જિન અને તેના જરૂરી અન્ય સાધનો અને પાર્ટ્સનો વ્યવસાય વાંકાનેર તાલુકા સિંધાવદર ગામના  મોમીન સમાજના સામાજિક અગ્રણી કામદાર બાપાના પુત્ર મીરાજી શેઠે  કરેલ… ત્યારબાદ તેમનો વારસો તેમના મોટા પુત્ર મહંમદ ભાઇએ સંભાળેલો અને આજે મહંમદભાઈનો પુત્ર સરફરાજ સંભાળી રહેલ છે. આ સરફરાજ શેરસીયાનો હાલના સમયનો પરિચય આપીએ તો તેઓ મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયાના સગા ભત્રીજા છે.

ઓઇલ એન્જિનનો જમાનો પૂરો થયો છે અને સબમર્સીબલ નો જમાનો આવ્યો છે. ત્યારે વાંકાનેરમાં છેલ્લા 36 વર્ષથી જગદીશ સબમર્સીબલની ડીલરશીપ મેળવીને વાંકાનેરાના ખેડૂતોને એક સારી અને ગુણવત્તાસભર કંપનીનું સબમર્સીબલનું કામ સંભાળી રહેલ છે. ઓઇલ એન્જિનનો ભલે જમાનો પૂરો થયો આમ છતાં તેમના પ્રથમ સાહસના મરકયૂરી મશીનની ડીલરશીપ જાળવી રાખેલ છે… સાથો સાથ આ ધંધાની એક બ્રાન્ચ પોતાના ગામ સિંધાવાદરમાં પણ શરૂ કરી છે… જ્યા આ બિઝનેશ ઉપરાંત દરેક પ્રકારનું હાર્ડવેર પણ ઉમેરેલ છે. સિંધાવદરની પટેલ ટ્રેડિંગ કંપની જાબીર શેરસીયા મો.9913101645 સાંભળી રહયા છે.

આજે વાંકાનેરના ખેડૂત આલમમાં પટેલ મશીનરી વિશ્વાસપાત્ર પેઢી તરીકેની ઓળખ છે અને ખૂબ સારી ગુડવીલ ઉભી કરીને સરફરાજ શેરસીયા વ્યવસાય સંભાળી રહ્યા છે. તેઓ જગદીશ કંપનીની સબમર્સીબલ, કેબલ, એચ.ડી.પી પાઇપ અને સ્ટાર્ટરનું વેચાણ કરી રહ્યા છે. પટેલ મશીનરી એ વાંકાનેર તાલુકામાં જગદીશ  સબમર્શિબલ કંપનીના એકમાત્ર ડીલર છે. આ ડીલરશીપ આજે 36 વર્ષ પૂરા કરીને 37 વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે.

સરફરાજ શેરસીયા પોતાના વ્યવસાયિક ક્ષેત્રમાં ખૂબ સારા સબંધ ધરાવે છે. તેમનું ખૂબ મોટું મિત્ર સર્કલ છે. સાથોસાથ આ પરિવારનો સામાજિક મોભો પણ એટલો જ છે ત્યારે પટેલ મશીનરીમાં જગદીશ સબમર્સીબલની દિલરશીપને 36 વર્ષ પુરા થયા અને 37 વર્ષમાં મંગલ પ્રવેશ માટે સરફરાજ શેરસિયાને તેમના મોબાઈલ નંબર 98790 78609 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

પટેલ મશીનરી સ્ટોરે’ દાણાપીઠ, વાંકાનેર.
સરફરાજ શેરસીયા – 98790 78609
પટેલ ટ્રેડિંગ કંપની – રાજકોટ-વાંકાનેર રોડ, સિંધાવદર, તા. વાંકાનેર.
જાબીર શેરસિયા – 9913101645
આ સમાચારને શેર કરો