શ્રી ફળેશ્વર મંદિરના મહંત અને વાંકાનેર પાટીદાર સમાજના કારોબારી સભ્ય કાનજીભાઈ પટેલનું અવસાન

તા. 27/ 11/ 2020 ને શુક્રવારે સાંજે ૪ થી ૬ ટેલિફોનિક બેસણું…

વાંકાનેર: શ્રી ફળેશ્વર મંદિરના મહંત અને વાંકાનેર પાટીદાર સમાજના કારોબારી સભ્ય એવા શ્રી કાનજીભાઈ રામાભાઈ પટેલ (પટેલબાપુ)નું તા.22-11-2020 ને રવિવારના સાંજે દુઃખદ અવસાન થયેલ છે.

પટેલબાપુ શ્રી ફળેશ્વર મંદિરના મહંત અને વાંકાનેર પાટીદાર સમાજના કારોબારી સભ્ય તેમજ વાંકાનેરની અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલ હતા તેમજ તેઓ હોસ્પિટલમાં સેવા નિવૃત્ત થયા હતા ત્યારબાદ સામાજિક અને ધાર્મિક કામકાજમાં લાગી ગયા હતા. આમ પટેલબાપુનું અવસાન થતા વાંકાનેરે એક સમાજસેવક ગુમાવ્યો છે.

તુષારભાઇ અને વિશાલભાઇના પિતાશ્રી કાનજીભાઈ રામાભાઈ પટેલ (પટેલબાપુ)નું અવસાન થયેલ છે, જેમનુ ટેલિફોનિક બેસણું શુક્રવાર તારીખ 27/ 11/ 2020 સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે.

+919879076683 -તુષાર પટેલ, +919825030479 વિશાલ પટેલ

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •