વાંકાનેર

વાંકાનેર: પરશુરામ સોસાયટીમાં પાણીની મોટર રિપેર કરતા વિજશોક લાગતાં યુવાનનું મોત.

ઘરે લાઇટ ન હોવાથી પાણીની મોટરનો લુઝ વાયર રિપેર કરતો હોય એ દરમિયાન લાઇટ આવતા વિજશોક લાગવાથી યુવકનું મોત થયું હતું. આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેરની પરશુરામ સોસાયટી ખાતે રહેતા રાજેશભાઇ મોહનભાઇ ચાવડા (ઉ.વ. ૩૫) ઘરે અગાસી પરના પાણીના ટાંકમાં પાણી ચડાવવાની મોટરના વાયર લુઝ હોવાથી રીપેરીંગ કરી રહ્યા હતા, એ દરમિયાન વીજ કરંટ લાગતા તેમનું મોત થયું હતું.

આ સમાચારને શેર કરો