વાંકાનેર: પરપ્રાંતીય મજૂરોની નોંધ નહિ કરાવનાર પાંચ સામે ગુન્હો

એસ્યોર મોરબી એપમાં રજિસ્ટ્રેશન નહિ કરાવવા સબબ કાર્યવાહી

વાંકાનેર : મોરબી જિલ્લામાં ખેતી, કારખાના તેમજ અન્ય સ્થળો ઉપર પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખવા માટે એસ્યોર મોરબી એપ્લિકેશનમાં નોંધ કરી પોલીસને જાણ કરવાનું જાહેરનામું અમલી વાંકાનેર પંથકમાં પરપ્રાંતીય મજૂરોની નોંધ નહિ કરાવનાર પાંચ સામે ગુન્હો હોવા છતાં વાંકાનેર તાલુકામાં પાંચ સ્થળે પોલીસની તપાસમાં આવી નોંધણી નહિ કરાવવામાં આવી હોવાનું ધ્યાને આવતા પોલીસે લેબર કોન્ટ્રાકટર તેમજ કારખાનેદાર પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

વાંકાનેર તાલુકા પોલીસે ઝુંબેશરૂપે કાર્યવાહી કરી અલગ અલગ કારખાનામાં ચેકીંગ કરતા ઢુંવા ચોકડી નજીક આવેલ એન્જીનીયરીંગ કારખાનેદાર અંગદસિંહ ક્રિપાલસિંહ ક્ષત્રિય રહે.મોરબી, ઢુંવા નજીક નકલંક મિનરલ કારખાનું ધરાવતા ભાવેશભાઈ મનસુખભાઇ કગથરા રહે.મોરબી આલાપ રોડ, ઢુંવા માટેલ રોડ ઉપર અંજની માઇક્રોન નામનું કારખાનું ધરાવતા મુસ્તાકભાઈ અલીભાઈ સિપાઈ રહે.કણકોટ, વાંકાનેર, મેસરિયા નજીક સ્ટાર પેક કારખાનાના સુપર વાઇઝર સિકંદરભાઈ મહમદભાઈ મકરાણી અને રાતાવીરડા ગામ નજીક સનપાર્ક સિરામિક કારખાનામાં લેબર કોન્ટ્રાકટ ધરાવતા સાંજસમીર સુધાકરભાઈ પ્રધાન રહે.વૃંદાવન વાટીકા, વાંકાનેર વાળા વિરુદ્ધ એસ્યોર મોરબી એપ્લિકેશનમાં શ્રમિકોની નોંધ નહિ કરાવવા બદલ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો