Placeholder canvas

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવીએ હોદ્દા પરથી આપ્યું રાજીનામુ…!!!

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવીએ અચાનક શહેર ભાજપ પ્રમુખના હોદ્દા પરથી રાજીનામું મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને ધરી દીધું છે.

આ સમાચાર અમારી સામે આવતા જ પરેશભાઈ મઢવીનો ટેલીફોનિક સંપર્ક કરતા તેઓએ રાજીનામુ આપ્યાનું સ્વીકાર્યું હતું અને કૌટુંબીક જવાબદારીના વધી જવાની કારણે પાર્ટી માટે સમય ફાળવી ન શકવાના કારણ રાજીનામું આપ્યું છે તેવું જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેરમાં ભાજપમાં બે ભાગલા છે. આ બંને જૂથોનો અલગ અલગ ચોકો છે, આ બંને જૂથોના આગેવાનો એકા બીજાના કાર્યક્રમમાં પણ આવતા જતા નથી. જેથી અમુક આગેવાનો આ જૂથવાદના કારણે આકડાયા છે. આ જૂથવાદની ઉચ્ચ કક્ષાએ પણ જાણ છે આમ છતાં તેઓ પણ આ બંને જૂથ વચ્ચે સમાધાન કરાવી શકતા નથી. હવે જોવું એ રહયુ કે પરેશભાઈ મઢવીએ શહેર ભાજપ પ્રમુખ પદે રાજીનામું આપતા હવે આ હોદ્દા પર કયા જૂથના વ્યક્તિની નિમણૂક થાય છે.

આ સમાચારને શેર કરો