Placeholder canvas

વાંકાનેર: પાંચદ્રારકા-તીથવા રોડ પર વાહન સામસામે આવી જતા યુવાનને ઢીબી નાખ્યો.

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામથી તીથવા ગામ તરફ જવાના રસ્તા પર નાલા પાસે બે વાહનો સામસામે આવી જતા વાહન ચાલક યુવાને સામે વાળા વાહન ચાલકને વાહન પાછળ લેવાનું કહેતા ચાર શખસોએ યુવાનને લાકડાના ધોકા વડે ઢીબી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામથી તીથવા ગામ તરફ વાહન લઈને જઈ રહેલા ફરિયાદી તૌફીકભાઈ અબ્દુલભાઈ ગઢવારા રહે.તીથવા તા.વાંકાનેર વાળાના વાહન સામે આરોપી ગુલામહુસેન આહમદખાના રહે. પાંચદ્વારકા વાળનું વાહન આવી જતા તૌફિકભાઈએ હાથનો ઈશારો કરી વાહન પાછું લેવાનું કહેતા આરોપી ગુલામહુસેન આહમદખાના, હુસેન આહમદખાના, શાકીર ગુલામ અને રજાક આહમદ રહે. તમામ પાંચદ્વારકા વાળાઓએ તૌફીકભાઈને લાકડાના ધોકા વડે તેમજ ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડતા ચારેય વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમાચારને શેર કરો