પાંચદ્વારકાના વાડી વિસ્તારમાં રહેતી સગર્ભાને ભારે વરસાદીમાં CHO અને FHW દ્વારા સફળ પ્રસુતિ કરવવામાં આવી.
વાંકાનેર: આજરોજ આયુષ્માન આરોગ્ય મંદિર પાંચદ્વારકા ના વાડી વિસ્તારમાં રહી મજુરી કામ કરતા ફુલબાઈ સુગરીયા પચાયા ઉમર વર્ષ-૨૪ને વહેલી સવારે પ્રસુતિ નો દુખાવો ઉપાડતા આયુષ્માન આરોગ્ય મંદિર પાંચદ્વારકા ના CHO અને FHW ની મદદ થી આયુષ્માન આરોગ્ય મંદિર પાંચદ્વારકા ખાતે લાવવામાં આવેલ.જેમની આરોગ્ય તપાસ કરતા તેમનું HB ઘણું ઓછું હતું.અને ૧૦૮ વાહન ને ભારે વરસાદ ની પરિસ્થિતિ ને કારણે આવવામાં વાર લાગે તેમ હોવાથી અને સગર્ભાબેન ને લેબર પેઇન વધારે હોવાથી CHO સમા નઝમા બેન અને FHW પરાસરા ગુલસનબેન દ્વારા સફળ પ્રસુતિ કરવવામાં આવેલ આવી હતી.
હાલ માતા તથા બાળકની તબિયત સારી છે. અને વધુ સારવાર માટે વાંકાનેર ખાતે રીફર કરવામાં આવેલ. ચાલુ વરસાદે કયાંય જઇ શકાય તેમ ન હોય આવી કપરી સ્થિતિમાં પીપળીયા રાજ પી.એચ.સી. હેઠળના આયુષ્માન આરોગ્ય મંદિર પાંચદ્વારકાના સમા નઝમાબેન સી.એચ.ઓ. અને ગુલસનબેન પરાસરાએ સફળ પ્રસુતી કરાવેલ તે બદલ તાલુકા હેલ્થ ઓફીસરે ઘન્યવાદ પાઠવ્યા હતા.

