Placeholder canvas

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે વીજળી પડી…

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે વીજળી પડી, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામ આજે રાત્રે વીજળીના કડાકા ભળાકા સાથે વરસાદ શરૂ થયો હતો એ દરમિયાન પચાસિયા ગામના કબ્રસ્તાન બાજુના વિસ્તારમાં પીજીવીસીએલના ટીસી પર વીજળી પડી હતી. જેથી આ ટીસી માથી 15 ઘર માં જતો પાવર બંધ થઈ જતા અંધારપટ્ટ છવાય ગયો હતો.

ટીસીમા વીજળી પડતા આ ટી સી માંથી જે ઘરમાં પાવર જતો હતો તે ઘરમાં ઈલેક્ટ્રિક ઉપકરણમાં પણ નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે, પરંતુ હજુ નુકસાનીનો કોઈ ચોક્કસ અંદાજ લગાવી શકાયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી વાંકાનેર તાલુકાના ભોજપરા ગામમાં વીજળી પડી રહી છે જ્યારે આજે પંચાસીયા વારો લીધો છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GsBqX6cRF12KKTEXxUWMTQ
આ સમાચારને શેર કરો