રૂ. 4.17 કરોડના ખર્ચે બનનારા ડામર રોડના રીસરફેસિંગ કામનો ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે પ્રારંભ
વાંકાનેર: આજ રોજ પંચાસીયા ગામ ખાતે પંચાસીયાથી રાતીદેવળી ગામ સુધીના આશરે 8.30 કિલોમીટર લાંબા ડામર રોડના રીસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
પંચાસીયાથી રાતીદેવળી સુધીના આ રોડના રીસરફેસિંગ કામ માટે **રૂ. 4,17,22,360 (ચાર કરોડ સત્તર લાખ બાવીસ હજાર ત્રણસો સાઈઠ)** નો ખર્ચ કરવામાં આવનાર છે.
ખાતમુહૂર્ત પ્રસંગે વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, પંચાસીયા ગામના સરપંચ દીનેશભાઈ ચારોલા, વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલર કાંતિભાઈ કુંઢીયા, પદ્યુમનભાઈ પઢીયાર, બ્રિજરાજસિંહ ઝાલા, જીજ્ઞેશભાઈ નાગ્રેચા, મનુભાઈ સારેસા, દીનેશભાઈ સોલંકી, વાંકાનેર APMC ડિરેક્ટર અશ્વિનભાઈ મેઘાણી, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી ડાયાભાઈ સરૈયા સહિત દીપકભાઈ દવે, વીરાજભાઈ મહેતા, નિસર્ગભાઈ યાજ્ઞિક તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રોડના રીસરફેસિંગ કામથી પંચાસીયા, રાતીદેવળી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને આવન-જાવનમાં વધુ સુવિધા મળવાની અપેક્ષા છે.
#વાંકાનેર #પંચાસીયા #રાતીદેવળી #રોડકામ #રીસરફેસિંગ #વિકાસકામ #જીતુભાઈસોમાણી #મોરબી
