પંચાસીયાની સહકારી મંડળીની ‘નાનકડી ચૂંટણી”માં ભારે ગરમાવો: બપોર સુધીમાં 60% મતદાન થયું…
વાંકાનેર: સહકારી મંડળીના વાંકાનેર સહકારી જગતમાં વિવાદનું પર્યાય બની ગયેલી પંચાસીયા ગામની શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી. ની આજે ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે. મળેલી માહિતી મુજબ બપોર સુધીમાં 60% થી વધુ મતદાન થઈ ચૂક્યું છે અને હજુ પણ મતદાન મથકની આગળ મંડળીના સભાસદોની લાઈન જોવા મળી રહી છે.
આ નાનકડી ચૂંટણીમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે કેમ કે આ મંડળીમાં આ પૂર્વે ગુપ્ત રીતે ચૂંટણી કરવામાં આવી હતી અને તેમને હાઇકોર્ટમાં પડકારી હતી. આખરે એ ચૂંટણી હાઇકોર્ટે કેન્સલ કરીને વહીવટદાર નિમવામાં આવ્યા હતા, ત્યારબાદ ચૂંટણી જાહેર થતાં આ ચૂંટણીમાં ગામમાં બે મુખ્ય પેનલો ચૂંટણી લડી રહી છે. જેમાંથી એક પેનલમાં પૂર્વ ધારાસભ્ય મહંમદ જાવિદ પીરઝાદા ખુદ પણ ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત આ પેનલમાં મોટા રાજકીય આગેવાનો પણ જોડાયેલા છે. જ્યારે સામે પક્ષે પણ સંપૂર્ણ તાકાતથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આજે સાંજે પંચાસીયા ગામના ખેડૂત સભાસદો કોને વહીવટની બાગડોળ કોને સોંપે છે તે જાહેર થઈ જશે અને કોણ કેટલામાં પાણીમાં છે એ પણ મપાઈ જશે.
આ મંડળીમાં કુલ 647 મતદાર છે જેમાંથી બપોરના 12 વાગ્યા સુધીમાં 400 + મતદાન થયું છે.

